એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા.

By arvindshah27

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા.

<!–amitpisavadiya–>

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?
રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?

નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

Entry Filed under: કવિતા. .

2 Responses to “એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા.”

  1. અમિત પિસાવાડિયા Says:

    સરસ

  2. સુકુમાર Says:

    મસ્ત ગીત મસ્ત ફોટો.

Leave a Reply